Thursday 15 December 2022

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

    એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા હતા. સવાર પાળીના બાળકો ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા. તે દિવસે બે દૃશ્ય એવા હતા કે જે આજીવન મને યાદ રહેશે.

પ્રથમ દૃશ્ય

    શાળામાં બપોર પાળીના શિક્ષકો 12.30 પહેલાં આવી ગયા હતા. તેમાં એક શિક્ષકે મારા પર અદ્દભૂત પ્રભાવ પાડ્યો. પોતે દિવ્યાંગ છે. એવા શિક્ષક શૈક્ષણિક સંસ્થામાં જોઈને મનમાં ખુશીનો પાર ન રહ્યો. આપણે બાળકોને કૉલેજમાં કે શાળામાં સમયસર આવવા માટે વારંવાર સૂચના આપતા હોઈએ છે. પરંતુ જ્યારે શિક્ષકો સમયસર આવશે તો વિદ્યાર્થીઓ આપોઆપ શાળામાં સમયસર આવશે. આપણી પાસે બધા અંગો બરાબર છે છતાં પણ ક્યારેક મનની આળસને કારણે મોડા પહોંચતા હોય છે. પરંતુ આ દિવ્યાંગ શિક્ષકને જોઈને ખ્યાલ આવ્યો કે આ શિક્ષકની હિમ્મતને સલામ છે. જે ઘણી તકલીફો વેઠીને પણ પોતાના પરમ ધર્મને કર્તવ્યનિષ્ઠ થઈને બજાવે છે. ત્યારે આવા શિક્ષકો અન્ય શિક્ષકો કે બાળકો માટે પ્રેરણાદાયી બની જાય છે. પ્રેરણા આપણને આપણી આજુબાજુથી પસાર થતા લોકોના વર્તન પરથી પણ મળી શકે છે. માત્ર મહાન વ્યક્તિના જીવન વાંચવાથી આવે છે એવું બનતું નથી. પરંતુ તમારી આસપાસ રહેનારા લોકોમાં તમે સારું શું છે તે શોધી શકો તો તમને અન્ય લોકોના પુસ્તકો વાંચવાની જરૂર નથી. શિક્ષણનો ઉદ્દેશ્ય એ જ છે કે વ્યક્તિનિર્માણ. જે દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાનું યોગદાન આપી શકે. પોતાના પરિવાર કે સમાજનો ઉદ્ધારક બને.

બીજું દૃશ્ય

    શાળામાં સવાર પાળીનો સમય પૂર્ણાહૂતિ તરફ જઈ રહ્યો હતો ત્યારે છેલ્લી 5 મિનિટમાં વિદ્યાર્થિનીઓ રાષ્ટ્રગીત ગાવા માટે સ્ટાફ રૂમમાં માઈક હતો ત્યાં આવી હતી. રાષ્ટ્રગીત ગાવાનું શરૂ કર્યું. સ્ટાફરૂમમાં ઉપસ્થિત સૌ કોઈ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રપ્રેમના સન્માનમાં ઊભા રહ્યા. મારી સામે જ એક બારી હતી તેની બહાર જોયું તો શાળાના પટાંગણમાં એક વાલી પોતાના બાળક સાથે ઊભા હતા. સાવધાનની સ્થિતિમાં ઊભા હતા. ત્રણથી ચાર વર્ષ ખાનગી શાળામાં નોકરી કરી પણ આવું દૃશ્ય જૂજ વખત જ જોવા મળતું હતું. આ વાલીને તે જ સમયે સન્માન કરવાનો વિચાર આવ્યો. પરંતુ એ બની શક્યું નહીં. તે દિવસે વિચાર આવ્યો કે બીજીવાર આવું દૃશ્ય જોવા મળશે તો તરત જ એવા વાલીઓને મળીશ. શાબ્દિક સન્માન કરીશ. શાળામાં આવા વાલીઓને શાળાના એમ્બેસેડર બનાવવા જોઈએ. જેથી રાષ્ટ્રના કામમાં આવા લોકોને જોડી શકાય. જે શાળાની ભૂમિકા સારી રીતે સમજે છે. સારા રાષ્ટ્રનિર્માણમાં આ વાલીઓ પોતાનું અમૂલ્ય યોગદાન આપી શકે છે.

    આ બે દૃશ્ય જોયા પછી મને એવું લાગ્યું કે હું ક્યારેક કેટલીક પરિસ્થિતિમાં મન હારી જતું. આગળ વધવાનો વિચાર અટકી જતો. પણ કર્મને ક્યારેય છોડ્યું નથી. મારા કામમાં ભૂલો થઈ છે અને તેમાંથી શીખ્યો છું, બીજીવાર એ ભૂલ ન થાય તેનું સ્વભાન રાખીશ. હંમેશાં નવું-નવું શીખતો રહીશ. જ્યારે પણ મારામાં આળસ આવશે ત્યારે આ પ્રથમ દૃશ્ય યાદ કરીશ અને સતત કર્મશીલ બનીને રહીશ. બીજું દૃશ્યમાં જ્યાં જ્યાં મને રાષ્ટ્રભક્તિ દેખાશે ત્યાં ત્યાં હું એમ વ્યક્તિનું સન્માન કરીશ. રાષ્ટ્ર પ્રત્યે પોતાની જવાબદારીઓથી અવગત કરાવીશ.

જય હિન્દ....

Sunday 29 August 2021

સમય વહી જઈ રહ્યો છે...



સમય વહી જઈ રહ્યો છે,

સમયને રોકવું કોઈના હાથમાં નથી.


ઈન્સાન આદતોનો ગુલામ છે,

સમય ઇન્સાનના બાથમાં નથી.


પળ-પળમાં રાત-દિન વીતી જાય છે,

જિંદગીની હરેક ક્ષણ સાથમાં નથી.


- અમૃત વળવી 'અવિ'

Friday 30 October 2020

Curricula for ICT in Education


https://ictcurriculum.gov.in/

    ICTમાં ઘરે બેઠાં-બેઠાં વિશ્વસનીય માહિતી પૂરી પાડતી વેબસાઈટ. જેમાં  ICT ક્ષેત્રે નવું જાણવા ઇચ્છુક વ્યક્તિ ખૂબ જ સારું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે.  

Friday 8 November 2019

તમે સફળ છો...

મધ્યરાત્રીના ઘોર અંધારામાં,
પોતાનો પ્રતિબિંબ  શોધી શકો તો,
તમે સફળ છો...

નિંદ્રાધિન અવસ્થામાં જોયેલા સ્વપ્નો નહીં,
દિવાસ્વપ્નને સાકાર કરી બતાવો તો,
તમે સફળ છો...

મંદિરમાં પ્રભુના દર્શનથી નેત્ર સંતૃપ્તિ નહીં પરંતુ,
હૃદયમાં રહેલા પ્રભુનું દર્શન કરી શકો તો,
તમે સફળ છો...

ટ્રાફિકમાં વાહનોના શોરબકોરમાં,
પોતાના અંતરઆત્માનો અવાજ સાંભળી શકો તો,
તમે સફળ છો...

ધન-રાશિ હશે ઘણી, પોતાના મહેલમાં પરંતુ,
કોઈ ભૂખ્યા ને એકટંક જમાડી શકો તો,
તમે સફળ છો...
                        - અવિ
સ્થળ : કવિ નર્મદ લાઇબ્રેરી, ઘોડદોડ રોડ.
તારીખ : 05, નવેમ્બર, 2019

(નોંધ : જાવેદ અખ્તર સાહેબની એક રચના છે... જે 'જિંદગી ના મિલેગી દોબારા' ફિલ્મમાં રજૂ કરાઈ છે. 'તૂમ જિંદા હો...' [ https://www.youtube.com/watch?v=Lni3YbDRmpY ] પરથી અભિપ્રેરીત થઈ 'તમે સફળ છો' લખવાનો વિચાર આવ્યો.)




Thursday 23 August 2018

Abbreviations and Acronyms

  • AICTE : All India Council for Technical Education
  • AISHE : All India Survey on Higher Education
  • AIU : Association of Indian Universities
  • API : Academic Performance Index
  • ASER : Annual Status of Education Report
  • AYUSH : Ayurveda, Unani, Siddha and Homeopathy System
  • BCI : Bar Council of India
  • BRCs : Block Resource Centres
  • CABE : Central Advisory Board of Education
  • CBSE : Central Board of Secondary Education
  • CCE : Continuous and Comprehensive Evaluation
  • CEHE : Council for Excellence in Higher Education
  • CLASS : Computer Literacy and Studies in Schools
  • CSO : Central Statistical Office
  • CSIR : Council for Scientific and Industrial Research
  • CWSN : Children with Special Needs
  • DEC : Distance Education Council
  • DEO : District Education Officer
  • DIET : District Institute of Education and Training
  • DISE : District Information System for Education
  • DISE : Unified District Information System for Education
  • DPEO : District Primary Education Officer
  • DPEP : District Primary Education Programme
  • ECCE : Early Childhood Care and Education
  • EGS : Education Guarantee Scheme
  • GDP : Gross Domestic Product
  • GER : Gross Enrolment Ratio
  • GIS : Geographic Information System
  • HEIs : Higher Education Institutions
  • ICAR : Indian Council of Agricultural Research
  • ICDS : Integrated Child Development Services
  • ICSE : Indian Certificate of Secondary Education
  • ICT : Information and Communications Technology
  • IEC : Indian Education Service
  • IEDSS : Inclusive Education for Disabled at Secondary Stage
  • IGNOU : Indira Gandhi National Open University
  • IISc : Indian Institute of Science
  • IIT : Indian Institute of Technology
  • IIIT : Indian Institute of Information Technology
  • IT : Information and Technology
  • IPRC : Identification, Placement and Review Committee
  • IQA : Internal Quality Assurance
  • IRAHE : Indian  Regulatory Authority for Higher Education
  • JNVs : Jawahar Navodaya Vidyalayas
  • JSS : Jana Sikshan Sansthan
  • KVS : Kendriya Vidyalaya Sangathan
  • MCQs : Multiple Choice Questions
  • MDMS : Mid Day Meal Scheme
  • MGDS : Millennium Development Goals
  • MHRD : Ministry of Human Resource Development
  • MIC : Modern Indian Language
  • MI : Micronutrient
  • MME : Monitoring, Management and Evaluation
  • MOOCs : Massive Open Online Courses
  • MSDE : Ministry for Skill Development and Entrepreneurship
  • MWCD : Ministry of Women and Child Development
  • NAA : National Accreditation Agency
  • NAAC : National Assessment and Accreditation Council
  • NAEP : National Adult Education Programme
  • NAS : National Assessment Survey
  • NBA : National Board of Accreditation
  • NCVT : National Council for Vocational Training
  • NCERT : National Council for Educational Research and Training
  • NCFTE : National Curriculum Framework for Teacher Education
  • NCTE : National Council for Teacher Education
  • NER : Net Enrolment Ratio
  • NET : National Eligibility Test
  • NGO : Non Governmental Organisation
  • NIOS : National Institute of Open Schooling
  • NIT : National Institute of Technology
  • NLM : National Literacy Mission
  • NLHE : National Law for Higher Education
  • NPE : National Policy on Education
  • NPNSPE : National Programme of Nutritional Support to Primary Education
  • NRAHE : National Regulatory Authority for Higher Education
  • NSDA : National Skill Development Agency
  • NSDC : National Skill Development Corporation
  • NSQF : National Skills Qualification Framework
  • NUEPA :  National University of Educational Planning and Administration
  • NVS : Navodaya Vidyalaya Samiti
  • ODL : Open and Distance Learning
  • OECD : Organisation for Economic Cooperation and Development
  • PTR : Pupil Teacher Ratio
  • PWD : Persons with Disabilities
  • QCI : Quality Council of India
  • RCI : Rehabilitation Council of India
  • RFLP : Rural Functional Literacy Project
  • RMSA : Rashtriya Madhyamik Shiksha Abhiyan
  • RTE : Right to Education
  • RUSA : Rashtriya Uchchatar Shiksha Abhiyan
  • SCERT : State Council of Educational Research and Training
  • SDGs : Sustainable Development Goals
  • SDCF : Single Data Capture Format
  • SET : State Eligibility Test
  • SIET : State Institute of Education Technology
  • SMCs : School Management Committees
  • SOUS : State Open Universities
  • SRCs : State Resource Centres
  • SSA : Sarva Shiksha Abhiyan
  • SSC : Sector Skill Council
  • STC : Special Training Centres
  • TET : Teacher Eligibility Test
  • TLC : Total Literacy Campaign
  • TLF : Three Language Formula
  • TPs : Training Providers
  • UGC : University Grants Commission
  • UPSC : Union Public Service Commission
  • VET : Vocational Education and Training
Reference : http://www.nuepa.org/new/download/NEP2016/ReportNEP.pdf  

Monday 16 April 2018

એક તણખો પોતાને ઓળખવા માટે...


         છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ સવારે ચા પીવા જવાની અને પછી બીજું કાર્ય કરવાની આદત પડી ગઈ છે. રોજબરોજની જેમ જ સવારે ઊઠીને મોઢું ધોઈને એમ. ટી. બી આર્ટ્સ કોલેજની બહાર ચા પીવા મારા મિત્ર સાથે ગયો. બાઇક છે અટલે પાંચ મિનિટ લાગે જતાં-આવતાં ને આ જગ્યાએ ખાસ એવું બનતું હોય કે કેટલાક જુના મિત્રો અહિંયા જ ભેગા થતા હોય છે. ક્યારેક કેટલાક મિત્રો ભેગા થઇ જાય તો વાતો કરવામાં સમય કલાક ઉપર ત્યાં જ થઈ જાય. પણ આજનો દિવસ કંઇક અલગ હતો. બસ એક ડાયલોગ યાદ આવતો તો 'ઈશ્વરમાં શ્રદ્ધા ના હોય તો ચાલશેપણ શ્રદ્ધા હોવી જોઈએ.'. ગુજરાતી ફિલ્મ 'રેવા' જોયા પછી આ ડાયલોગ ગમી ગયો. ચાની લારી પાસે બાઈક પાર્ક કરીને બાઈક પર જ બેસીને ચા પી રહ્યો છું. મારા મિત્રના હાથમાં પણ ચા નો કપ છે. અન્ય ચાના રસીકો મસ્ત ચુસ્કી લઈ રહ્યા છે. એવામાં મારી બાજુમાં એક સાઈકલ પર એક યુવક આવ્યો. સાઈકલ પાર્ક કરી. ચાની લારી પાસે જઈ ચા લઈને પીધી. હું વિચારું છું કે હજી પણ કોલેજમાં લોકો સાઈકલ પર આવે છે. શર્ટના ખિસ્સામાં મોબાઈલને અન્ય સામગ્રી હતી. બેગ પાછળ લટકાવેલો હતો. હું તો મારા મોબાઈલમાં આજનું કોઈ સોંગ શોધી રહ્યો હતો જેનાથી મારું માઈન્ડ આખો દિવસ ફ્રેસ રહે. પરંતુ તે ભાઈ પર મારી ફરી નજર પડી જોયું તો ક્યારેક ભગવાન કેટલાક લોકોને જીદ કરીને લડવા માટે શારીરિક અક્ષમતાવાન (દિવ્યાંગ) બનાવે છે. પરંતુ એની જીદ અને ભગવાનને હરાવાની આદત મને આકર્ષી ગઈ. એ નવયુવાનને પોતાનામાં શ્રદ્ધા હતી. એ જે ધારે તે હાંસિલ કરે એવી સ્ફૂર્તિ હતી. એને જોયા પછી મને થયું કે હું માત્ર કેટલાક દિવસથી માત્ર સમય જ પસાર કરું છું કરતો કંઈ નથી. ચા પીધા બાદ ફરી પેલા ભાઈને જોયું. પેન્ટના ખીસ્સાની ઉપર બેલ્ટ પાસે મેઝરટેપ હતી. વિચારો કે પરીક્ષા આપીને પણ કામ પર કરવા જવું. પુછવાનું મન થયું કે અભ્યાસ બાદ શું કામ કરો છો.. પણ હિંમત ન થઈ. રોજની જેમ ચા પીને ફરી આવી ગયો હોસ્ટેલ પર. પણ એક તણખો મારામાં જરૂર પડ્યો જે નવી ઊર્જાનો હતો હું મારી ક્ષમતાઓનો દુરુપયોગ કરી રહ્યો તેને ઉપયોગી બનાવવાનો. ક્ષમતાવાન હોવા છતાં મારું કાર્ય સારી રીતે કરતો નથી. કરવા જાઉં છું ને અધુરું છોડી દઉં છું. શા માટે મારી પાસે સમય છે અને સમય આવશે ત્યારે પૂરું થઈ જશે. પરંતુ પેલા નવયુવાનને જોઈને વિચાર આવ્યો કે હવે હું સમયનો વેડફાટ નહીં કરૂં. મારું કાર્ય સમયસર પૂર્ણ કરી દઈશ.
         મારા જીવનમાં ઘણા એવા લોકો જોયા છે જેને ભગવાને કંઈક ઓછું આપ્યું છે તેઓ હંમેશા જીદની સાથે જીવે છે અને પોતાના દમ પર જીવવા માંગે છે. બસ લોકો તેને રહેમની નજરે જોઈ છે. પણ તેને રહેમની નહીં સહકારની જરૂર છે. આપણને સહકારથી માંડીને બધું જ મળે છે તો પણ શું કરીએ છીએ તે સૌ આપણે જાણીએ છીએ જ. આટલું પોતાને જાણીએ છીએ કે હું શું કરી શકું છું અને શું નથી કરી શકતો. પરંતુ યોગ્ય સમયે યોગ્ય કાર્ય કરવામાં આપણી શક્તિનો ઉપયોગ કર્યો હોત તો આજે આપણે બીજાને કે નસીબને ગાળ નહીં આપતે. એટલું તો મને જરૂર સમજાયું કે જ્યાં સમયની સાથે કાર્ય કરવાનું છે ત્યાં પુરૂં જ કરવું. જો મોડું થશે તો યુ આર લેટ...નો મેસેજ કદાચ આવનારા સમયમાં તમે કોઈપણ કાર્ય પૂર્ણ કરીને આપશો ત્યારે આવશે અને તમારું કાર્ય સબમીટ નહીં થશે.

શિક્ષક ક્યારેય સામાન્ય હોતો નથી...

     એક દિવસ એક અંગ્રેજી માધ્યમની શાળામાં બી.એડ્. કૉલેજમાંથી કામ અનુસાર જવાનું થયું. શાળામાં બપોર પાળીના શિક્ષકો ધીમે ધીમે શાળામાં આવી રહ્યા...